Photos
Posts

બે જ ઇમ્પ્રેશન હશે,
કાં તો સારી અને કાં તો મારી.
વાત પૂરી. ખસ ચલ​.

-બાણું ગણો-
કોઇ પેરીસ ફેશન મોડેલને પોદરાથી જેટલો હોય એના કરતા મને તારાથી ___ ગણો વધારે અણગમો છે.
ભંગાર, લબાડ, ડફોળ, બેકાર, થર્ડ ક્લાસ; હંહ..

Posts

કે’છે ઓવર કોન્ફીડન્શ નહીં સારો,
પણ મને તો યાદ નથી કે મેં તને પૂછ્યું હોય કે, શું સારું અને શું ખરાબ
તારા ‘સોનેરી સૂચનો’ સંડાસમાં જઇને ગોખવા, મારી સામે નહીં
- મને ‘કોન્ફીડન્શ’ છે કે તું સમજી ગયો.

શોખ નથી, આદત છે
આદત નથી, નશો છે
નશો નથી, જૂનુન છે
જૂનુન પણ નથી ચલને, એક વખત હરાવી દે ચલ!
હંહ.

મારે માટે તું કેળાની છાલ નથી, મારે માટે તું ખાલી પાણીનાં પાઉચની થેલી છો;
હું તને જોઇને બીજો રસ્તો નહી પકડી લઉં, બસ એમ જ મજા ખાતર તારા પર ધડામ દઇને પગ પછાડી તારો ફટાકીયો કરી દઇશ!
ખસ.

મને નથી લાગતું આટલું બેકાર, લબાડ કોઇ હોય શકે, તેં ૧૦૦% મહેનત કરી છે આવું થર્ડ ક્લાસ વ્યક્તિત્વ વિકસાવવા પાછળ, હેને!, સાચું કેં!!

ચલ કાલે આવજે હોં,
અલ્યા એમ કરને કાલે પણ ન આવતો,
અરે ઓય! માંડી વાળ, આવતો જ નહીં કોઇ દિ' - મને તારું આ થોબડું જ પસંદ નથી.
ખસીજા ચલ.

હરાવ મને;
માની જઇશ.
બસ, આજે કીધા વગર જ ખસી ગયો! હંહ!

હું અવિવેકી નથી, એ તો બસ એમ કે તું મને દીઠે ડોળે પસંદ નથી.
એક જ વાક્ય. જરા પણ ચોરીને ચીકણું કર્યા વગરનું.
તું સમજી ગયો. હવે ખસી પણ જા.

હવા કરવાનો જેમ શોખ નથી એમ હવા દૂર કરવામાં પણ માહેર છું.
રે’વા દે ને, અજમાવવા જઇશ ત્યાં જ છૂટી પડશે!
ચલ ખસ જા..હા એમ..ડાયો દીક્કો!

‘વાતે વાતે હસ્યે રાખવું અને વચ્ચે વચ્ચે હા માં હા મેળવે રાખવી’
તારામાં જીગર ન હોવાની નિશાની છે.
ચલ ખસ જા ઢીલી આત્મા..

કોઇ દિવસ હાર્યો નહીં પણ મને જીતવાનો એટલો આનંદ પણ થયો નહીં!
એક દિવસ થયું કેમ વળી?
તારણ પર આવ્યો કે, તારા જેવી તદ્દન નબળી હરીફાઇ!
ચલ હવે જા અહીંથી, આમ દાંત જ દેખાડતો ફરજે..

ના, તું એકલો નહીં; મને તારા એક પર ગુસ્સો નથી રે..ના..ના!
તારી આખી લબાડ જમાતને હું ભડાકે દઇશ!
ખસ લબાડ!

સવારથી નક્કી કરીને નીકળું કે આજે શાંતિ...બિલકુલ શાંતિ...
પછી જ્યારે તારા જેવા ડફોળનું લેલાળું વર્તન જોઉં ત્યારે ઉપવાસને દિવસે સાંજે પેટીશની દુકાને લાં...બી લાઇન જોઉં અને મને શું કામ ઉપવાસ રાખ્યોની જેટલી તીવ્ર ફિલીંગ આવે એનાંથી સડસઠ ગણી ભયંકર ફિલીંગ મને સવારે શાંતિ રાખવાની મારી લીધેલી ટેક પર આવે...છટ્ હંહ..ચલ કામ કર હવે..ખસ..

મને તો બીજી ભાષા બોલતા આવડે છે પણ જ્યારે તને તોછડાઈ સીવાયની ભાષા સમજતા આવડી જાય ને ત્યારે કહેવડાવાજે હોં!

ચલ ખાસી જા જોઇએ હવે અહીંથી!

મારી નમ્રતા = તારી સભ્યતા.
અહીં તે સભ્યતા ચૂકી ત્યાં મારી નમ્રતા છૂટી.
સમજ્યો ને?
- હા. -- તો ચલ ખસ હવે અહીંથી.

સાવ જ હળવેથી કહું તને બાળ,
સાવજ છીએ- આલે આ ત્રાડ--
ચલ ખસ.