Posts

સંધ્યાઓ દિવ્યાનંદની, પુસ્તક પણ વિસ્મૃત, કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો આત્મા પણ ઓગળી જાય છે સંધ્યાઓ, જ્યારે તમામ અવાજો નિદ્રાધીન છે. સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ બેહોશ લાગે છે, બાગના તમામ ફૂલો, છાંયો વધુ છાંયેદાર , અને ખંડેર મકાન વધુ વેરાન. સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો અત્યલ્પ કિચૂડાટ પણ પ્રદૂષણ લાગે છે બેતુકી કર્કશતા અને અપવિત્ર અતિક્રમણનું. સંધ્યાઓ, જ્યારે ઘરનો દરવાજો ચસોચસ બંધ છે અને આત્માનો ખુલ્લો. [ 103 more words ]

http://layastaro.com/?p=15542

layastaro.com

જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો... નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો... દર્પણ ફોડી, વળગણ છોડી, સગપણ તોડી, દોડી! કાચી વયના મત્ત પ્રણયમાં બચપણ છોડી દોડી! ગ્રીષ્મ તપી છું કરી તાપણી! આગ વિરહની ખાળો- જોગી ! જોગણનાં તપ ટાળો... નદિયું માપી, પર્વત કાપી, ખીણ ફલાંગી આવી ! આરત ખાતર, ગાળી ગાતર, ભાગી ભાગી આવી ! ચોમાસે ચાચર સળગી છું ! હવે વધુ ના બાળો- જોગી ! જોગણનાં તપ ટાળો... છો ઉત્તમ વર, અવર બધા પર, તાપસ વેશ ઉતારો ! તપને ત્યાગો, આંખ ઉઘાડો, જોગણને સત્કારો ! વસંત લ્હેકે, ઉપવન મ્...હેકે, લચી ફૂલથી ડાળો- જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો... નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો... - વિજય રાજ્યગુરુ ઘણા વરસોથી કાવ્યસાધના કરતા આ કવિ સાથે વૉટ્સ-એપ-ફેસબુકના કારણે પરિચય થયો. ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ વિષયવૈવિધ્ય પર એમના જેટલી પકડ ધરાવે છે. આ ગીત કવિના પોતાના શબ્દોમાં 'કામદહન પહેલા તપોમગ્ન શિવ માટે તપસ્વિની બનેલી અને શિવને મનામણાં કરતી પાર્વતીનું ગીત' છે. પંક્તિએ પંક્તિએ આવતા આંતર્પ્રાસ અને રમતિયાળ લયના કારણે ગીત વારંવાર ગણગણવાનું મન થાય એવું મજાનું થયું છે... ધ્યાનસ્થ શિવ નીલા કમળ જેવા નયન ઊઘાડી સામે જુએ તો પાર્વતીનાં તપ ફળે. દર્પણ એટલે સ્વનું કેન્દ્રબિંદુ. દર્પણમાં ‘દર્પ’ એટલે અભિમાન પણ છૂપાયેલ છે. જાત સાથેનું આકર્ષણ, બધા જ વળગણ, સગપણ ને બાળપણની રમતોના આનંદ ત્યજીને એ વિરહની આગમાં એ તપી છે. નદી-નાળાં, ખીણ-પર્વત ફર્લાંગીને, મનના ઓરતાઓ પૂરા કરવાને ખાતર, ગાત્રો ગાળીને એ ભાગતી-ભાગતી આવી છે. લોકો ચોમાસે ભીંજાય છે, આ વિરહિણી ચાચર ચોકમાં ભરચોમાસે સળગી છે... ઋતુ પણ ખીલી છે આવામાં શંકર તપસ્વીનો વેશ ન ત્યજે તો સતીનો દાહ વધતો ને વધતો જશે...

See More
જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો… નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો… દર્પણ ફોડી, વળગણ છોડી, સગપણ તોડી, દોડ.....
layastaro.com
Posts

ટાંણે મથે જ આઉં ખબરધાર નતો રાં, નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં. ડીંધલ તાં ડિનેં ચસ્મેંજા કાંચ લાટ ચુટા, તાંય આઉં નજરસેં આરપાર નતો રાં. હુંધે છતાં કરવેરા ભરે જિતરી શાહુકારી, કેડી ખબર કુલા આઉં ચીકાર નતો રાં. મૂંકે જ આય મૂંજી એલર્જી, કુરો ચાં, રાંતો હિતે જ રાંતો, છતાં યાર, નતો રાં. સમજાજે નતો, ફિરીસિરી જીરો કીં થીયાં, કરીયાંતો રોજ પિંઢકે જ ઠાર! નતો રાં. નેં ખોટ-ચોટ ખાઈ, ડીંયા પ્યાર મુફતમેં, તાંય જિંધગીમેં ધમધોકાર નતો રાં. - મદનકુમાર અંજારિયા 'ખ્વાબ' કચ્છ ગુજરાતનું જ એક અંગ પ...ણ કચ્છી બોલી ગુજરાતીથી કેટલી અલગ છે એ તો જુઓ. આજે લયસ્તરોના વાચકો માટે એક કચ્છી ગઝલ અને સાથે જ ગઝલ સમજવા માટે કવિએ જ કરેલું ભાષાંતર (અછાંદસ) પણ મૂકીએ... ભાષાંતર વાંચ્યા પછી ફરીથી કચ્છી ગઝલ વાંચીશું તો તરત જ સમજાશે કે જે શબ્દો પહેલીવારમાં પરભાષાના લાગ્યા હતા એ આપણી ભાષાની કેટલા નજીક છે! ટાંણા ઉપર હું જ ખબરદાર નથી રહેતો, ને હોંઉં છું તોય હોશિયાર નથી રહેતો. આપનારે આપ્યા છે ચશ્માનાં કાચ ચોખ્ખા, તોય હું નજરથી આરપાર નથી રહેતો. હોવા છતાંય કરવેરા ભરવાની શાહુકારી, કોને ખબર શા માટે હું ચિક્કાર નથી રહેતો. મને જ છે મારી જ એલર્જી લો , શું કહું? રહું અહીં જ રહું છું, છતાં યાર નથી રહેતો. સમજાતું નથી કેમ ફરી જીવતું થવાતું હશે? કરું છું રોજ ખુદને જ ઠાર, નથી રહેતો. નેં ખોટ ચોટ ખાઈ ,આપું પ્યાર મુફ્તમાં, તોય જિંદગીમાં ધમધોકાર નથી રહેતો..

See More
ટાંણે મથે જ આઉં ખબરધાર નતો રાં, નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં. ડીંધલ તાં ડિનેં ચસ્મેંજા કાંચ લાટ ચુટા, તાંય આઉં ....
layastaro.com

લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા, અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા. આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે, જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા ! સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી, કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા. થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર ! અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા. - મુકુલ ચોક્સી

http://layastaro.com/?p=15528

layastaro.com

તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ? દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ? રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનું આમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહો તમે તમોને છેતરવાને તમે તમારી જૂઠી વારતા તમને ખુદને કહો... દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાય ને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ? તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ? ‘હવે નથી બચવું’ એ નક્કી કરી તમે તમારી અકબંધ હોડી તોડી નાખો, દરપણ ફૂટે એ પહેલાં તો તમે તમારી જાતને મારી પથ્થર ખુદને ફોડી નાખો ! તમે હજુ તો ફૂટી જવાની અણી ઉપર હો અને તમોને બચાવવાને કોક અજાણ્યું જણ આવે તો ? તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ? - અનિલ વાળા સવાલ ધારદાર છે........

http://layastaro.com/?p=15516

તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ? દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ? રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનું આમ.....
layastaro.com

હવા વીંઝાતી, ફીણ ઊડતું, મુક્તમને અનુસરતો ચીલો; અમે જ પહેલવહેલો ખોડ્યો એ મૌન સાગરમાં અમારો ખીલો. The fair breeze blew, the white foam flew, The furrow followed free; We were the first that ever burst Into that silent sea. પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા, થાય વધુ શું દુઃખેય દુઃખી? અને અમે પણ બોલીએ ત્યારે જ તોડવી હો સાગરની ચુપકી. … [ 125 more words ]

http://layastaro.com/?p=15505

હવા વીંઝાતી, ફીણ ઊડતું, મુક્તમને અનુસરતો ચીલો; અમે જ પહેલવહેલો ખોડ્યો એ મૌન સાગરમાં અમારો ખીલો. The fair breeze blew, the white foam flew, The furro...
layastaro.com

પામવા જેવું કશું પણ નથી રાખવા જેવું કશું પણ નથી શું કરું રેતીને ફેંદીને હું શોધવા જેવું કશું પણ નથી દાસ થઈ બેઠા છે શબ્દો, છતાં બોલવા જેવું કશું પણ નથી જિંદગી કશકોલ લઈ ઉભી છે મૂકવા જેવું કશું પણ નથી વેદનાઓ તો વધે છે સતત ને દવા જેવું કશું પણ નથી પ્રેમ નાહક તું હવે માંગ ના આપવા જેવું કશું પણ નથી શ્વાસ આ 'સાહેબ' ત્યાં પણ લે છે જ્યાં હવા જેવું કશું પણ નથી -ટેરેન્સ જાની 'સાહેબ' અકાળે આથમી ગયેલા આશાસ્પદ શાયરની મજાની ગઝલ માણીએ...

http://layastaro.com/?p=15503

layastaro.com

ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી, જીવે છે તે છતાં બધી, એકે મરી નથી. આશાને તો નિરાશા કદી ભાવતી નથી, કડવી છે તેથી તેને કદી ચાખતી નથી. એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ, મેં તો કોઈને પણ કથા મારી કહી નથી. ઉદભવ તમારો મારી સમજ બહાર છે ખુદા, અસ્તિત્વ પર મેં છતાં શંકા કરી નથી. રાહ જોઈ, જોઈને ઘણાં સ્વર્ગસ્થ થઈ ગયાં, સદીઓ વહે છે તોય કયામત થતી નથી. એના અસલ સ્વરૂપે એ આ રીતે ના વહે, આ તો ઉછીનું રૂપ છે, સાબરમતી નથી લાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય, પહેલા હતા હવે એ 'જલન માતરી' નથી. - જલન માતરી પહેલા હતા હવે એ 'જલન માતરી' નથી... થોડા દિવસ પહેલાં જ જનાબ જલન માતરીનું દેહાવસાન થયું... ગુજરાતી ગઝલ પરંપરાના ગઢનો મોટો કાંગરો ખરી ગયો... એમની એક ઉત્તમ ગઝલ સાથે એમને શબ્દાંજલિ આપીએ...

http://layastaro.com/?p=15501

ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી, જીવે છે તે છતાં બધી, એકે મરી નથી. આશાને તો નિરાશા કદી ભાવતી નથી, કડવી છે તેથી તેને કદી ચ.....
layastaro.com

તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે કોઈ મારી કબરને ઝુલ્ફની છાયામાં સંતાડો કે આ જાલિમ જગત મારા જીવનનો સાર માગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે નયન જેમ જ અમારા કાન પણ છે પ્રેમના તરસ્યા કે હર પગરવમાં તુજ પાયલ તણો ઝણકાર માગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે અમરનું મોત ચાહનારા લઈ લો હૂંફમાં એને મરી જાશે એ મરવાને તમારો પ્યાર માગે છે - અમર પાલનપુરી [ સૌજન્ય :- શાંતિબેન તન્ના - U K તેમજ ટહુકો.કૉમ ] બીજો અને ત્રીજો શેર જુદા જુદા સૉર્સમાં થોડા અલગ છે તેથી બંને વરઝ્ન મૂક્યા છે....ભાવાર્થ લગભગ સમાન છે. સમગ્ર ગઝલ અમરભાઈની લાક્ષણિક શૈલી સુપેરે પ્રદર્શિત કરે છે.

http://layastaro.com/?p=15496

layastaro.com

+91 98251 30088: (ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે) (૧) ક્યારેક, હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધાં બાકીના કામ. બ્હારનાં દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડો ભરાવીને એ કાયમી કરી આપે હવાની અવરજવર. અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાનાં પવાલાં કાઢે, બાપ-દાદા વખતનાં ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી સંજવારીમાં કઢી આપે ઘણું બધું કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે નવેસરથી લીંપી આપે ફરસ પતરાળી કાઢીન...ે બાજુમાં હાથપંખો મૂકે ને પછી તુલસીક્યારે પરકમ્મા કરતી રાહ જુએ મારી હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધ્ધુંય પછી પાટલો ગોઠવાય ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે એ મને પીરસી દે મારી પતરાળીમાં હું મને ભાવી જઉં એ રીતે (૨) તો ક્યારેક, તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે પાલવનો છેડો પદરમાં ખોસીને એ ધબાધબ પગલે ઝડપથી ઉરકવા માંડે બધાં બાકીનાં કામ છરી –ચપ્પવાળાને રોકી તણખા કરાઈને ધાર કઢાઈ લે. સજડબમ્બ દસ્તાથી પીસી કાઢે લાલ મરચાં, આંખ બાળે એવી ડુંગળી ફાડે હાથથી, ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જુએ મારી હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારી લે, બ્હારી ખોલે ને એમાંથી બહાર નિકાળે મારી વરાળ, હું સ્હેજ ઠંડો પડું ને ગામ સ્હેજ બફાઈ જાય એ રીતે (૩) તો ક્યારેક વળી બે સસલાં ખાધેલાં અજગરની આળસે એ પડી હોય બાજુમાં ગૂંચળું થઈને. ઊઠવાનું નામ ના લે, હું બઉ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે, ‘તારી બંધ મિલ માટે સાઈરન નઈ વગાડું ભઈ, અત્યારે તું નથી સીઝતો કે નથી શેકાતો કશું સળગ્યુંય નથી ક્યાંય, પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરનાં તારાં અમથાં નખરાં પાછળ વૈતરાં નઈ કરું હું, સૂવા દે, અત્યારે કામ નઈ આવું, આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકેય નથી, એકેય નઈ. - સૌમ્ય જોશી

See More
[1:27 PM, 2/6/2018] +91 98251 30088: (ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે) (૧) ક્યારેક, હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે...
layastaro.com

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં સતત અભાવના વાતાવરણમાં રાખે છે સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીને ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે કદી એ આપે તરસ માંહે તડપવાની સજા કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે ન ખુલ્લી આંખમાં રાખે, ન બંધ આંખોમાં છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે - હનીફ સાહિલ પરમ કૃપાળુની પરમ કૃપાની અભિવ્યક્તિની ગઝલ....

http://layastaro.com/?p=15241

layastaro.com

Look not above, there is no answer there; Pray not, for no one listens to your prayer; NEAR is as near to God as any FAR, And HERE is just the same deceit as THERE. Allah, perchance, the secret word might spell; If Allah be, He keeps His secret well; What He hath hidden, who shall hope to find ? [ 81 more words ]

http://layastaro.com/?p=15487

Look not above, there is no answer there; Pray not, for no one listens to your prayer; NEAR is as near to God as any FAR, And HERE is just the same deceit as THERE. Allah, perchance, the secret word might spell; If Allah be, He keeps His secret well; What He hath hidden, who …
layastaro.com

(દોહરા) (લૌકિક દૃશ્ય) કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર, સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર. રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત, મુગટ ઉતારે મોજડી સતીને પાડે સાદ- 'ઘરમાં કોઈ છે કે નહીં? શબ્દ નહીં સત્કાર? અમ આવ્યા દન આથડી અંગે થાક અપાર.' મલકી વીજ સરીખડું આવી ઉંબર બહાર, તો તનડે ખીલી ઊઠે રોમે ફૂલ હજાર. 'ઉતાવળી આવી લીયો આવો જગ આધાર! વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.' આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ, રન્નાદે ફૂલશું હસી રહે નીરખી નાથ. 'ઊભાં રહેજો બે ઘડી સખી આમને આમ, આ રૂપ આગળ રાજવણ તૃણ સમ રૂપ તમ...ામ' - ભાનુપ્રસાદ પંડ્યા ચોમેર સાંજ ઢળે અને સૂરજ દેવ કિરણો સમેટી લઈને પોતાના ઘરે આવે, રથ થંભાવે, સાતે ઘોડા છૂટાં કરે, માથેથી મુગટ ને પગેથી મોજડી ઉતારે પણ સત્કાર માટે કોઈ નજરે ન ચડે એટલે પુરુષસહજ અધિકારથી બૂમ પાડે કે આખો દિવસ આથડી-થાકીને આવ્યો છું તે કોઈ આવકારો આપવા આવશે કે નહીં? રોટલા ઘડવામાં વ્યસ્ત હતી એટલે વાર લાગી એવો ખુલાસો કરતાં કરતાં, હાથમાં આંગળાની છાપ પડવાથી શોભતો રોટલો પકડીને પત્ની રન્નાદે વીજળી જેવું સ્મિત વેરતાં ઉંબર બહાર આવી ઊભે છે. સૂર્યદેવ ચિત થઈ જાય છે. કહે છે, બે ઘડી આમ જ ઊભાં રહેજો. આ રૂપની આગળ તો સમસ્ત સંસારનું રૂપ તણખલાં ભાર છે... દેવોની ગૃહસ્થીની કેવી મજાની કલ્પના! પણ કાવ્યસૌંદર્ય અને કવિકળાની અડખેપડખે જ પુરુષપ્રધાન સમાજ અને પુરુષકવિની માનસિકતા પણ કેવી સાફ નજરે ચડે છે! દેવી-દેવતાઓના સર્જનહાર, શાસ્ત્રોના રચયિતા, મહાકાવ્યોના સર્જકો પણ પુરુષો જ એટલે એમનું વર્તન પણ એ જ રીતનું... હા, "ઊભા"ના માથે માનાર્થે અનુસ્વાર મૂકીને "ઊભાં" કહી સૂરજદેવ રન્નાદેને માન આપે છે એટલું આશ્વાસન લેવું રહ્યું... 

See More
(દોહરા) (લૌકિક દૃશ્ય) કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર, સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર. રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત, .....
layastaro.com

ખબર તો પડશે - જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને; ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને! ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી? ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને. વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે? જીવું છું કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને? અજાણી વાટે એક કરતાં ભલા બે - એમ સમજી ને , હું નીકળ્યો છું ખુદાની શોધમાં સાથે સનમ લઈને. હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી, હું આવ્યો'તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને. મેળે સાચો કોઈ દાતાર તો એને જ આપી દઉં, હું ભટકું ક્યાં સુધી આ માગનારાની શરમ લઈને? જઈશ હું સ્વર્ગમાં તો સૌ જીવોને એ જ કહેવાનો, કે દુનિયામાં ન જાશો કોઈ માનવનો જનમ લઈને. કલમને વેચી દેવાનોય આવે છે વખત બેફામ, બહુ કપરું છે જીવન જીવવું કરમાં કલમ લઈને. - બરકત વીરાણી 'બેફામ'

http://layastaro.com/?p=15229

ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને; ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને! ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા કયાંથી? ફ...
layastaro.com

સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ ઊંડે રે ઊંડે થી સંભળાતી શરણાયું ધ્રિબાંગ – ધ્રિબાંગ મન નાચે આડશમાં બારણાની ઊભી રહી એકલડી કોરાકટ કાગળિયા વાંચે ખરબચડાં સ્પંદનમાં છળી ઊઠી છાતી તે ઝરમરતો આરપાર શ્રાવણ સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ તોફાને ચડ્યું હોય અષાઢી આભ એન મનમાં રઘવાટ ના મા'તો ડેલીની ભીડેલી ભોગળને કોણ જાણે આંખ સાથે કેવો છે નાતો બારસાખે ચોડેલા ચાકળાનાં આભલાંમાં છલ્લોછલ છલકાતાં કામણ સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ. -સંજુ વાળા પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ યે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ-પ્રેમીની લક્ષ્મી તેહ બધી......- કલાપી યાદ આવી જાય.....

http://layastaro.com/?p=15471

સમજણની પાર કૈક ઓળધોળ ડહોળાતાં કારણ છમ્મકછમ પગલાંની આંધી રે ઊઠી કે ઘુમ્મરિયે આખ્ખું યે આંગણ સમજણની પાર કૈક ઓળધોળ ડ....
layastaro.com

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી. કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવું લાગે, દરરોજ ત્યાં લગ આપણે કહીએ એમ જ, ભૂશિર પરથી જોયા કરીએ નાના, સ્પષ્ટ નજરે ચડતા વચનોના ઝળહળતા યુદ્ધજહાજના બેડા નજીક સરતા. કેટલા ધીમા! પડીય નથી કંઈ વળી સમયની બરબાદીની, ના જ પડતા જલ્દબાજીની! વળી ત્યજી જાય તેઓ આપણને પકડાવી દઈને મનહૂસ [ 168 more words ]

http://layastaro.com/?p=15468

હરપળ હરદમ ભવિષ્ય માટે ખૂબ જ આતુર, આપણે ચૂંટી લઈએ છીએ ખરાબ આદત અપેક્ષાઓની ઘૂંટી ઘૂંટી. કંઈક હંમેશા સાવ જ પાસે આવે એવુ...
layastaro.com

નશીલી છે નજર તો પણ નજર એ કેટલા વરસો, છે પોલાદી જિગર તો પણ જિગર એ કેટલા વરસો. અમારું ઘર ગણી જે ઘર મહીં વસવાટ કીધો છે, નહિ ખંડેર જેવું થાય ઘર એ કેટલા વરસો. જીવનની પાત્રતાનો મિત્ર! તે શો અર્થ કર્યો છે, સફર લાંબી કે ટૂંકી પણ સફર એ કેટલા વરસો. રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના, રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો. મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું, ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો. કબર 'આઝાદ' આરસથી કે સોનાથી મઢાવો પણ, ટકી રહેશે આ દુનિયામાં કબર એ કેટલા વરસો. -કુતુબ 'આઝાદ' વિન્ટેજ વાઇન !

http://layastaro.com/?p=15465

layastaro.com

એટલું માંગી લીધું વરદાનમાં, કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં ! આમ તો ફરતો નથી ગુમાનમાં, આ તો તું આવી ને, એના માનમાં ! એમ પીડાઓ મજા કરતી રહી, જાણે આવી હોય મારી જાનમાં ! સાવ તાજા જન્મેલા એક બાળકે- આખી હોસ્પિટલને લીધી બાનમાં ! જીવ વિના પંડ એવું લાગતું, શેઠ જાણે છે જ નહિ દુકાનમાં ! ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં, જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં ! આમ પહેલા પાને ના શોધ્યા કરો, હું મળીશ તમને અનુસંધાનમાં ! ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં, કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ? યાદ એની રંગ પકડે છે 'નિનાદ', જેમ કાથો રંગ પકડે પાનમાં. - નિનાદ અધ્યારુ કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. ખરું ને? લગભગ બધા જ શેર મરીઝ જેવી જ સાવ સરળ અને સહજ બાનીમાં પણ મોટાભાગના શેર અર્થસભર. કાથો પાનમાં રંગ પકડે એ વાત તો શિરમોર...

http://layastaro.com/?p=15459

એટલું માંગી લીધું વરદાનમાં, કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં ! આમ તો ફરતો નથી ગુમાનમાં, આ તો તું આવી ને, એના માનમાં ! એમ પી...
layastaro.com