નગર અને મહાનગરોના વિકાસ માટે વર્ષ 2014ના માર્ચ અને એપ્રિલ માસમાં 11 ટી.પી.સ્કીમોની મંજૂરી

માર્ચ માસમાં  અમદાવાદ-ઔડાના ડી.પી. અને ભાવનગરના જી.ડી.સી.આર.માં ફેરફારને પ્રાથમિક મંજૂરી આપેલ છે.

તેમજ માર્ચ અને એપ્રિલ માસમાં કુલ મળીને અમદાવાદની 5, સુરતની 1, વડોદરાની 2, ભાવનગરની 1 અને ગાંધીનગરની 2 એમ કુલ મળીને 11 ટી.પી.સ્કીમોને મંજૂરીના આદેશો આપવામાં આવેલ છે. જે પૈકીની 6 ડ્રાફ્ટ સ્કીમો છે, જેને મંજૂરી મળવાથી આ ટી.પી.ના વિસ્તારમાં સત્તામંડળ/મહાનગરપાલિકાને આંતર માળખાકીય સવલતો ઉપલબ્ધ બનાવવી સુગમ બનશે. જ્યારે 2 પ્રીલીમનરી સ્કીમોની મંજૂરીથી સત્તામંડળ/ મહાનગરપાલિકાને જાહેરહેતુ માટે ફાઈનલ પ્લોટ મળશે તેમજ 3 ફાઈનલ સ્કીમોને મંજૂરી મળવાથી સત્તામંડળ/મહાનગરપાલિકા કાયદાનુસાર કાર્યવાહી કરી શકશે. આમ, મહાનગરોની 11 ટી.પી.સ્કીમોને મંજૂરી મળવાથી સુગ્રથિત આયોજનબધ્ધ વિકાસને વેગ મળશે અને આંતરમાળખાકીય સવલતો ઉપલબ્ધ બનશે.

સૌનો સાથ.. સૌનો વિકાસ... જય જય ગરવી ગુજરાત...