પેઢીનામું તૈયાર કરાવવા માટેની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવામાં આવી
- ખેતીની તથા બિનખેતીની જમીનોની સીધી લીટીના વારસદારોની તરફેણમાં વારસાઈના કિસ્સામાં તથા સીધી લીટીના વારસોની કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં પેઢીનામાંના આધારે તથા અરજદારોની અરજી અને તે અંગેના દસ્તાવેજોને આધારે રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, પરંતુ તેમાં પેઢીનામું રજુ કરવા માટેની કોઈ સૂચનાઓ દર્શાવેલ ન હતી.
- પોતાના ગામના વિસ્તારના તમામ વ્યક્તિઓના કુટુંબને તલાટી કમ મંત્રી ઓળખતા ન હોય તે શક્ય છે. જેને કારણે પેઢીનામું મેળવવા માટે જમીનના વારસદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પેઢીનામું મેળવવામાં વિલંબ પણ થાય છે તેમજ કોઈ કિસ્સામાં અરજદાર દ્વારા પેઢીનામામાં સમાવવાપાત્ર નામો છુપાવવામાં આવે તેવી શક્યતાઓ પણ રહે છે અને પાછળથી કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. આથી, આવા સંજોગોમાં જમીનના કબજેદારો કે ખાતેદારોને પેઢીનામું મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે નીચે મુજબના સુધારાઓ કરવામાં આવ્યા છે.
- (1) તલાટી કમ મંત્રીએ અરજદાર દ્વારા ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સાક્ષીઓની રૂબરૂ લખાવ્યા અનુસાર પેઢીનામું તૈયાર કરવાનું હોય છે તેમજ તે અંગેનું રોજકામ કરવાનું હોય છે. પરંતુ, અરજદાર દ્વારા પેઢીનામામાં સમાવવા પાત્ર નામો પૈકી કાયદેસરના વારસદારોના કોઈ નામો છુપાવવામાં ન આવે અને પાછળથી કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત ન થાય; તે બાબતને ધ્યાને રાખીને તલાટીએ પેઢીનામું તૈયાર કરતાં પહેલાં અરજદાર પાસેથી વારસદારની વિગતો દર્શાવતું નિયત નમનુનામાં સોગંધનામું (એફીડેવીટ) મેળવવાનું રહેશે.
- (2) તાલુકા કક્ષાએ ATVT જન સેવા કેન્દ્રમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ અથવા નોટરી/સક્ષમ સત્તાધિકારી સમક્ષ નિયત નમુનામાં સોગંધનામું કરી શકાશે.
- (3) NRI અરજદારોના કિસ્સામાં સક્ષમ અધિકારી સમક્ષ સોગંધનામું કરવાનું રહેશે.
- આ કામગીરીનો એક દિવસીય સેવા (One Day Governance) તરીકે સમાવેશ કરવલામાં આવેલ છે. જેથી, નાગરિકોને પેઢીનામું તૈયાર કરાવવામાં ઝડપ અને સરળતા રહેશે.

