Timeline Photos
Timeline Photos
![]() |
Drag the corners of the box above to crop your new profile photo. Saving your new profile picture |
આપણે લોકકલ્યાણની કોઇ પણ તક શા માટે ગુમાવીએ? (તમારા જીવનમા બનેલા આવા પ્રેરણાદાયી પ્રસંગો વિષે મને લખશો તો ખૂબ આનંદ થશે. તમે મને info@anandibenpatel.com પર ઈમેલ કરી શકો છો. To read in English pls click here, http:// ... આપણી સમાજ વ્યવસ્થા પરસ્પર કુટુંબ ભાવના ઉપર રચાયેલી છે. એ રીતે સમગ્ર સમાજ એક પરિવાર જ છે. કોઇના સુખમાં ભાગ ન પડાવીએ પણ દુખમાં ક્યાંક મદદરૂપ થવામાં નિમિત્ત બનીએ તેનો આનંદ પણ અનન્ય હોય છે. આપણી સરકાર ગુજરાતની તમામ શાળાનાં બાળકોની તબીબી તપાસ થાય એ માટે આયોજન કરે છે. એના પરિણામ સ્વરૂપે શાળામાં ભણતા અનેક બાળકોને થયેલી બીમારીઓ અંગે સમયસર જાણી શકાય છે અને યોગ્ય સારવાર કરવા માટે નિષ્ણાંત દાક્તરોનું માર્ગદર્શન પણ મળી શકે છે. તે દિવસે હું ગાંધીનગર હતી. ગાંધીનગર સમાચારમાં કડી કેમ્પસમાં ચાલતી પ્રાથમિક શાળાનાં એ સમાચાર ચોંકાવનારા હતા.શાળાની એક ગરીબ પરિવારની દીકરીને ૪૦૦ જેટલો ડાયાબિટીસ હતો. અનેક ઉપાય કરવા છતાં કોઈ દવા લાગુ પડતી ન હતી અને હવે તેનો પરિવાર વધારે સમય સુધી દવાનો ખર્ચ ઉપાડી શકે તેમ ન હતુ. મેં તરત જ કડી શાળામાં ફોન કર્યો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી એ દીકરી વિશે માહિતી મેળવી, સરનામુ પુછી બીજા દિવસે એ પરિવારને મારા ઘરે બોલાવ્યા. દીકરીના આરોગ્યની, તેને કરવામાં આવેલી સારવાર તથા અન્ય હકીકતો જાણ્યા બાદ હોમિયોપેથીક દવાઓનાં નિષ્ણાંત ડોક્ટર ને ફોન કર્યો. તેમને મેં સઘળી બાબતથી વાકેફ કર્યા અને દીકરીની દવા શરૂ થઈ. ઇશ્વરકૃપાથી એક માસમાં તેના ડાયાબિટીસને ૨૦૦થી નીચે લાવવામાં સફળતા મળી. હજી દવા ચાલુ છે પણ યોગ્ય સારવાર મળતા ધીરે ધીરે તે ડાયાબિટીસમાંથી બહાર આવી રહી છે. ગંભીર થતી જતી સમસ્યામાથી તેનો છુટકારો થયો છે. વાસ્તવમાં મેં તો કશું કર્યુ જ નહોતું, છતાં પરિવારને એવુ લાગ્યુ કે મારા કારણે તેઓ બહુ મોટી આફતમાંથી બહાર આવ્યા. ક્યારેક આપણા નાના પ્રયાસો કોઈના જીવનમાં સુખ અને આનંદ લાવી શકે છે. દીકરીની જિંદગી કે જે હતાશામાં ધકેલાતી જતી હતી, તેને આશાનું નવુ કિરણ પ્રાપ્ત થયું. અખબારે તેનો સહજ ધર્મ નિભવ્યો. ડોક્ટરે પણ માનવતા દાખવી સેવા આપી અને મેં તો માત્ર મારીસૂઝ પ્રમાણે શુભ નિષ્ઠા દાખવી રાહ ચીંધવાનો પ્રયત્ન માત્ર કર્યો. હું દરરોજ સવારે ઈશ્વરનો સેંકડો લોકોને મદદ કરવાની આવી અસંખ્ય તકો આપવા બદલ આભાર માનુ છુ. બીજાઓની સેવા કરવાની આપણને મળતી એક પણ તક શા માટે ગુમાવીઍ? See More |

